સદભાગ્યે આપણા ભારત દેશમાં જીવન વ્યવહારના લગભગ તમામ પાસાઓને (આરોગ્ય,ધર્મ, રાજકારણ, ખગોળ વિજ્ઞાન, રમતગમત, યોગ, પર્યાવરણ, સુભાષિત નીતિશાસ્ત્ર અર્થશાસ્ત્ર નાટ્ય શાસ્ત્ર, ભારતીય નૃત્યશાસ્ત્ર,, તમામ પ્રકારની કલાઓ,.આયુર્વેદ,) વિષયોને આવરી લેતા પુસ્તકો ઉપલબ્ધ છે જ જરૂર છે ..માત્ર ગમતાં હોય એવા વિષયના પુસ્તકો વાંચવાની, અને સમજવાની,,,લગભગ 45 વર્ષ પૂર્વે..{પાંચમા ધોરણમાં ભણતા "તા ,10 વર્ષની ઉંમર હતી) ત્યારે.. જિલ્લા પુસ્તકાલયમાં બાળ વિભાગમાં પુસ્તક વાંચવા માટે સભ્ય બન્યાનું યાદ છે..શબ્દોના ભાવક તરીકે વાતને સમજવાનો સામાન્ય વ્યક્તિ તરીકે ઘટનાને સમજવા નો પ્રયાસ કરતો રહું છું..પુસ્તકોના મહાસાગર માંથી પુસ્તકોના અનંત વિશ્વ માંથી,પાપા પગલી કરતા હોઈએ તેમ જુદા જુદા વિષયના થોડાં ઘણાં પુસ્તકો, વાંચવાનું થતું હતું.આજે પણ થાય છે, માં કૃપાથી થોડું ઘણું લખવાનો પ્રયાસ કરીએ છીએ, કે સામાન્ય બોલી શકીએ છીએ એમાં, અભ્યાસક્રમ સિવાયના પુસ્તકોના પઠનનો ફાળો અનેરો છે..પુસ્તક પઠન થી ઘણું બધું જાણવા શીખવા મળ્યું છે સમજવા મળ્યું છે સાચી વાતોને ઊંડાણપૂર્વક સમજવાની તક મળી છે..શબ્દો મળ્યા છે ઘટનાઓ મળી છે. ટૂંકમાં પુસ્તકાલયમાં આવવા જવાને કારણે પુસ્તકો સાથે એક સંબંધ બંધાયો, એ વર્ષો જૂનો સંબંધ..આજની તારીખે જીવંત છે. હાલ તો પ્રજ્ઞાચક્ષુ મિત્રો માટે પણ ક્યારેક પુસ્તકોનું પઠન કરવાનું થાય છે..જે રીતે અનેક પ્રકારના માણસો જોવા મળે છે એવી જ રીતે જાત ભાતના વિવિધ પ્રકારના પુસ્તકો પણ જોવા મળે છે આપણે કયા પુસ્તકો સાથે કેટલો સંબંધ રાખવો છે.?તે આપણા વ્યક્તિગત..રસ રુચિ,ગમા અણગમા,પર આધારિત છે.વિચાર વ્યક્તિ કે પુસ્તક વિશે ઊંડાણપૂર્વક તર્કસંગત સાચી સમજ મેળવ્યા પછી જ,યોગ્ય અભિપ્રાય રજૂ કરી શકાય, પુસ્તકો પાસેથી ઘણું ઘણું મેળવ્યું છે,ભવિષ્યમાં પણ મળતું રહેશે. પુસ્તકોનો ઋણસ્વીકાર,આભાર#એક વિચાર એક પ્રયાસ.કેતન પટેલસમજકેતુ.✍️📚📚🙏✈️💥23.4.23