Gujarati Quote in Motivational by Jay Vora

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ન ભૂતો ન ભવિષ્યતિ....

તંત્રનું નુ માત્ર એક અને અલભ્ય ઉદાહરણ...

આપ સૌને મંડનમિશ્ર અને શંક્રાચાર્યા ની અદભુત કથા યાદ જ હસે , તેમાં જ્યારે મંડન હારવા લાગે છે ત્યારે તેમની પત્ની ઉભય ભારતી કહે છે કે પત્ની એ પતિ નું અર્ધું અંગ કહેવાય માટે આપને મને પણ આમાં હરાવી પડશે.

આચાર્ય સંમત થયા પછી ભારતીએ પેહલો જ પ્રશ્ન સંભોગ અંગે પૂછ્યો જેમાં શંકર ને કોઇ અનુભવ જ ના હોવાથી તેમણે છ મહિના નો સમય માગ્યો .

અને હવે જ શરૂ થાય છે ભારતીય સનાતન ધર્મનો અદભુત અને કલ્પના બહારનો પ્રયોગ..

આચાર્ય પોતાનો દેહ છોડીને એક રાજા ના શરીર માં પ્રવેશ તો કરી લે છે પણ પછી પ્રશ્ન ઊભો થયો કે તેમનું શરીર છ મહિના સુધી બગડે નહિ ત્યાં સુધી તેમને સાચવવું કેમ કારણકે જ્યાં સુધી આચાર્ય ની આત્મા શરીર માં પ્રવેશ ન કરે ત્યાં સુધી તેમને કોઈ પણ પ્રકારની અગવડતા ના પડે તેમનું ખાસ ધ્યાન રાખવું અત્યંત જરૂરી હોવાથી આચાર્યએ તેમના ખાસ છ શિષ્યો ને તેમના શરીર ને સંભાળવાની સોંપી .

શિષ્યોએ તેમના શરીર ને એક ખાસ ગુફા માં સવાસન ની અવસ્થા માં રાખ્યું અને તમામ છ શિષ્યોએ અલગ અલગ રીતે આચાર્ય ના શરીર માના અલગ અલગ છ ચક્રો ને શક્રિય ધ્યાન ની શક્તિ દ્વારા જીવતા રાખ્યા જ્યારે કોઈ શિષ્ય આ ક્રિયા માં થકી જતો ત્યારે તેમનું સ્થાન કોઈ પણ પ્રકારના સમય ને વેડફવા સિવાય કોઈ બીજો શિષ્ય લય લેતો જેથી ચક્ર ને ગતિમાન રાખી શકાય.

આવી રીતે સતત છ મહિના સુધી આચાર્ય નું શરીર જીવંત રહ્યું અને આગળ વાર્તા ચાલે છે તેમ આચાર્ય તેમના પ્રશ્ન નો જવાબ મેળવીને પાછા પોતાના શરીર માં આવ્યા અને દંપતી ને શાસ્ત્રાર્થ માં હરાવ્યા બાદ તેમને પોતાના શિષ્યો બનાવી નાખ્યા.

તંત્ર નો આવો અદભુત અને સફળ પ્રયોગ પેલા ક્યારેય થયો ન હતો અને ભવિષ્ય માં પણ નહિ થાય.

આવી તો ઘણી વાતો છે પણ જરૂર છે આપણે સ્વયં વેદો અને ઉપનિષદો તરફ વળવાની નહિ કે કોઈ વ્યાસપીઠ પર બેઠેલા પાસે ની જાણવાની.

Gujarati Motivational by Jay Vora : 111871393
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now