Gujarati Quote in Poem by Kinjal Gohil

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઊંચા નીચા ઢોળાવો, ક્યાંક તડકા ક્યાંક છાંય છે;
ચડ ઉતરના રિવાજોમાં યે રસ્તા જો ને હેમખેમ છે.
ક્યાંક ભરખાયા તો ક્યાંક કોઈથી ભરમાયા છે;
ક્યાંક ધૂળ ભેગા થયા તો યે રસ્તા જો ને હેમખેમ છે.
કેડીમાંથી મોટા થયા પછી રાહબરોની રાહ છે;
ભલે પચડાયા, અથડાયા તો યે રસ્તા જો ને હેમખેમ છે.
ક્યાંક તરણા બની તરતા તો ક્યાંક અડગ થઈ ઊભા છે;
જળ વિહોણો પ્રવાહ છે તો યે રસ્તા જો ને હેમખેમ છે.
ક્યાંક ભોમિયાને ભેટ્યા તો ક્યાંક પૃથ્વી પર પાંગર્યા છે;
ક્યાંક તાપ અઘોર જીલ્યા પછી પણ રસ્તા જો ને હેમખેમ છે.

Gujarati Poem by Kinjal Gohil : 111870364
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now