“ ચિંતન કણીકા”
1) હજુયે છલ કરી જીવી જાઉં છું,
રડવાને છુપાવીને હસી જાઉં છું,
જાતને જતી કરી કાલેય અને આજ,
ટકાવી રાખવા મનથી મથી જાઉં છું
2) હેરાન કરી મને, લોકો ખુશ થાય છે …
ખુશ રહીને, લોકોને હેરાન કરું છું.
3) મનનું મનમાં રાખતા નહીં,
તક મળે ત્યાં બોલી દેજો,
ગૂંચ પડવાની રાહ ના જોતા,
ગાંઠ પડે ત્યાં ખોલી દેજો.
4) સહન કરો ત્યારે,સમજ રાખજો,
અને સામનો કરો ત્યારે નિર્ભયતાથી કરજો.
5) પ્રેમ, નમ્રતા અને સંતોષ,
આપનાં જીવનમાં સુખ લાવે,
બુધ્ધિ પુરુષાર્થ અને ચપળતા
આપના જીવનમાં લમૃધ્ધિ લાવે.
🙏. 🙏. 🙏