Gujarati Quote in Motivational by Shwetal Patel

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગમતાં નો ગુલાલ.
સારું વાંચ્યું તે વહેંચ્યું. લેખકના નામ વગરની એક પોસ્ટ વાંચી તે લેખકના આભાર સહ રી પોસ્ટ કરું છું.
*શ્રદ્ધા*
બેટા, આજે અમે શ્રીનાથજી જઇયે છીયે..
તારે આવવું છે ? મેં મારી દિકરીઓ ને કીધું....
દિકરીઓ બોલી... ભગવાન તો સર્વત્ર છે... તો મંદિરે જવું જરૂરી છે ?
હું દિકરીઓ ની બાજુ માં બેસી ગયો અને કહ્યું...
બેટા તારી કાર ના ટાયર માં હવા ઓછી થઈ ગઈ હોય......... તો તું ભરાવવા ક્યાં જાય છે ?
હવા ભરાવવાની દુકાને.. દિકરીઓ બોલી.
કેમ હવા તો સર્વત્ર છે.. છતાં દુકાને જ કેમ ?
દિકરીઓ મારી સામે જોઈ રહી.......
મને લાગે છે, તમને તમારા સવાલ નો જવાબ મળી ગયો લાગે છે.
બેટા... ટાયર માં હવા ઓછી થાય ત્યારે હવા ભરવાની દુકાને જવું પડે... એવી જ રીતે
દરેક વ્યક્તિ માં સમયે સમયે જરૂર કરતાં વધારે હવા ભરાઈ જતી હોય છે.. ત્યારે તે હવા માં ઉડવા લાગે છે... આ હવા એટલે ઘમંડ.. આ ઘમંડ રૂપી હવા ને વખતો વખત ઓછી કરવા મંદિરે જવું પડે.....
હવા નું યોગ્ય લેવલ નહિ સાચવો તો ટ્યૂબ કે ટાયર ફાટવા ની પુરી શક્યતા છે...એવીજ રીતે દરેક વ્યક્તિઓ *અસંખ્ય દુર્ગુણો થી ભરેલ હોય છે.. આ દુર્ગુણો રૂપી હવા કાઢવા અથવા નિયંત્રિત કરવા વખતો વખત મંદિરે જવું ખૂબ જરૂરી છે.......*

Gujarati Motivational by Shwetal Patel : 111870030
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now