Gujarati Quote in Microfiction by Nayana Viradiya

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જવાબદારી ના બોજ નીચે.....



જવાબદારીના બોજ નીચે દબાયો છે.
પુરૂષ ક્યાં કદી વખણાયો છે !
બાળપણથી જ એના પાઠ ભણી એ ટેવાયો છે.
પુરૂષ ક્યાં કદી વખણાયો છે !
લાગણીઓને સંતાડી એ ખુદમાં જ દટાયો છે.
પુરૂષ ક્યાં કદી વખણાયો છે !
ઈચ્છાઓનું પોટલું વાળી રોજ દોડતો એ જણાયો છે
પુરૂષ ક્યાં કદી વખણાયો છે!
પરિવાર હોય કે સગાં સંબંધીઓ સહુમાં એ ગુંચવાયો છે
પુરૂષ ક્યાં કદી વખણાયો છે !
સપનાઓ સળગાવી ખુદના હરખે સૌની માટે એ કરમાયો છે
પુરૂષ ક્યાં કદી વખણાયો છે!
આંખમાં પાણી ના આવે એ માટે હ્દયે એ રડતો જણાયો છે.
પુરૂષ ક્યાં કદી વખણાયો છે !
મૌન રહી રહીને એ સહેતો બોજ તળે દબાયો છે.
પુરૂષ ક્યાં કદી વખણાયો છે!
લાગણીહીન ના મહેણાં સાંભળતો એ ખુદમાં જ અટવાયો છે.
પુરૂષ ક્યાં કદી વખણાયો છે!
ક્યાં સુધી ચાલશે આમ, પુરૂષ એક દટાયો છે.

Gujarati Microfiction by Nayana Viradiya : 111869895
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now