મારી નિર્જીવ પણ સાચી સાથી....કલમ
કલમથી કાગળને વાચા ફૂટે
મારા જ વિચારો ને પાંખ જો ઉગે
સપનાંની દુનિયા મારી છે તારી જ આતુર
કલ્પના સંગ રચુ હું રોજ નીત નવું તુત
શબ્દો જયારે થઈ જાય છે ચુપ
કલમ બની વહે મારા વિચારો ચકચુર
ના તારી કયારેય ફરિયાદ હોયછે
ના તારી કયારેય ડિમાન્ડ હોય છે.
હર પળ મારા સાથે દોડી મારા જીવનમાં રંગ ભરે છે.
સફળતા ને શિક્ષણ માં તું મારા સંગ જ દોડી છે.
મિત્રતા મારી તે ક્યારેય ન તોડી છે.
આભાર માની ને આપણી મિત્રતા નહીં લાવું
બસ હું કાયમ તને મારા હાથ અને દિલમાં સજાવું.