નાખમાં
પછી કહું કહીં હવે અધિક મોણ નાખમાં,
વઘાર વાતનો કરે અસર ઘણીય ચાખમાં.
અખૂટ જળ ભરેલ વાવમાં લગાવ ડૂબકી,
મળે કદીક તાગ, જળ વહે જરાક આંખમાં.
પ્રયાસ આમતો કઠિન લાગતો છતાં કર્યો,
મળી જશે અહીંજ ફળ અને અંત રાખમાં
શિખી શકાય તો શિખી વધો નવી ડગર
પછી થશે જ ગણતરી તમારી લાખમાં.
વધેલ વય અસર નહીં કરે પ્રમાણ છે અહીં,
મહાવરો સતત હતો એથી છે જોર પાંખમાં.
ગુમાન તો જશે પછી ત્યાં માનહાનિ પણ થશે.
મળી જશે બધું અહીં સમય જતાં જ ખાખમાં.
જરાક વારમાં તપાસ પણ શરૂ કરી દીધી,
ના શોધ આસપાસ તું છે છોકરું તો કાખમાં.©
કાજલ
કિરણ પિયુષ શાહ