તારા હાથનો એક લોટો પાણી પી ગયેલ છું. થયુ છે શું?કે લોકો કહે છે બહેકી ગયેલ છું. તું મારો હાથ જાલીને ઘર સુધી દોરી જા ઘરના નાકે ઉભો છું ને રસ્તો ભૂલી ગયેલ છું. કોઈ આવીને મને શ્વાસોની ગરમીથી ઓગાળે વર્ષોથી કશી ઉષ્મા વગર થીજી ગયેલ છું. કહી દો મૌતને ધાકમાં લેવાનુ રહેવા દયે. તેનાથી પણ અઘરી જિંદગી હું જીવી ગયેલ છું.
-પદ્મશ્રી ખલિલ ધનતેજવી