આજે સ્વર્ગમાં પણ મેહફીલ થવાની ખલીલ આવે છે
ઈર્શાદ,મન્સૂરી,રમેશની દાદ મળવાની ખલીલ આવે છે
ઈશ્વરને ખોટ તમારા ધારદાર જીવનની હવે પૂરી થવાની
વર્ષોથી સૂનમૂન ઈશ્વર સાથે વાતો થવાની ખલીલ આવે છે
ગોલમાલ ભરી આ જિંદગીમાંથી ઉગરતો કવિ આવે છે
પોતાના જીવનને આપી હાથતાળી ખલીલ આવે છે
એકધારું સળંગ નહિ કટકે કટકે વારંવાર જે જીવેલો
હપ્તે હિસાબો મોતને ચૂકવી ખાનદાની ખલીલ આવે છે
હાંક મારી ગુંજતો ઘુમ્મટમાં હવે બધાના હોઠે ગુંજે છે
કલા એ લઈ ઉઘાડેછોગ આવવાની ખલીલ આવે છે
- હાર્દિક ગાળિયા