Gujarati Quote in Poem by Kiran shah

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કાશ....
સમયની ગતિને થોડી ધીમી કરી શકાય...
કેટલું છુટયું પાછળ ...
એક જીવન જાણે વિખુટું પડી ગયું ..
અંદરનો કોઇ હિસ્સો જાણે અલગ થઇ ગયો.
કેટલીય યાદો આમ જ ભુતકાળ બની ગઈ.
શ્વાસોની સરગમ બેસુરી થઈ ગઈ.
સપનાની ઉડાન ખોવાઈ ગઈ.
કાશ..
સમયચક્ર ફરી જાય
થોડું પાછળ લઈ જાય.?
કાશ..
એવું થાય.. સખીઓની ટોળી..
મનમરજીની આઝાદી...
ન બંધન ન કોઈ રોક ટોક...
ધડીકની કીટ્ટા ને બુચા..
દુનિયાભર
ની ખુશી ખિસ્સામાં જ સમાતી.
ન કાલની ચિંતા કે આજની ફિકર..
કાશ..
એક સ્વપ્ન
એ પહેલો પ્રેમ...
એ નજર...
એ સ્પર્શ ...
એ તારું હળવેથી ચુંમવું
ચોરી ચોરી નજર મિલાવવું..
નામ આવે વાત વાતમાં શરમાવું..
કાશ...
બધી યાદોને પાછી જીવી શકાય....
કાશ.... સમયચક્ર ... સમયથંભી જાય..
શું શકય છે...?
કાશ...
જયાં તુ ને હું મલ્યા'તા...
સમય જ રોકાઈ જાય...
ફરી જીવી લઉં ...
તને આંખોમાં ભરી લઉં..
તને મારી હથેળીની રેખાઓમાં કેદ કરી લઉં..
કાશ..
આ સ્વપ્નને હકીકત કરી શકું...©

"કાજલ"
કિરણ પિયુષ શાહ

Gujarati Poem by Kiran shah : 111868305
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now