"પાષાણદેહે નવનીત સમું ઉર ધરી બેઠો તું !
તારાંની ભક્તિ દેખીને હશેને દ્રવી બેઠો તું !
ગણિતની બાબતમાં નથી બનતો તું હિસાબી,
વિહ્વળતા જોઈ નિજજનની ઠરી બેઠો તું !
ગણતરી ઊંધી વળે તારી સમક્ષ જે દુન્વયી,
પ્રેમપાશે પોતાનાના સામેથી બંધાઈ બેઠો તું !
હતી મારી ભૂલ કે માત્ર હું જ તને ઝંખનારો,
વિયોગે થઈ વ્યાકુળ નૈનનીર ભરી બેઠો તું..!
સ્વીકારું આદત મારી કૈંક ઉપકારો ભૂલવાની,
પડી આજ ખબર હરિ દોષોને ભૂલી બેઠો તું !
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર."