"ભાગતી દુનિયા "
ભાગતી દુનિયા હાંફતી દુનિયા
સમય સામે કરગરતી દુનિયા
પૈસા ને સતા આગળ ઝુકતી દુનિયા
સ્વાથૅ માટે સતત સળગતી દુનિયા
પ્રેમ, લાગણી માટે ટળવળતી દુનિયા
લડતી દુનિયા,લડાવતી દુનિયા
ખુદ રડીને બીજાને રડાવતી દુનિયા
નબળાને દબાવતી આ દુનિયા
બળિયા સામે ન બંડ પોકારતી દુનિયા
દેખાદેખીમાં રોજે પીસાતી દુનિયા
સતત ભાગતી આ આભાસી દુનિયા.