જો નથી સંગીત અંતરના તાર પર...
તો દુનિયાના ગીત ગઝલો નકામા....
જો નથી કોઈ તહેવાર મનના દ્વાર પર...
તો દુનિયાના બધા પ્રસંગો નકામા....
જો નથી કોઈ સગપણ હૃદયના ભાવ પર...
તો દુનિયાના બધા સંબંધો નકામા...
જો નથી કોઈ આનંદ નિજ ના કામ ...
તો દુનિયાના બધા સ્થાનો નકામા...
જો નથી કોઈ ઉલ્લાસ આપણા હોવા પણા પર....
તો દુનિયાના બધા એસો આરામ નકામા...
જો નથી વિશ્વાસ અંતર ના નાથ પર....
તો દુનિયાના બધા દેવો નકામા.....