હું અને મારો પડછાયો હંમેશા કરીએ વાત,
મનેં ખબર કે હું મૌન હોઈશ તોય તું દઈશ સાદ,
તું છે તો હું છું...હું છું તો તું છે.
આપણને એકબીજાની આદત
દિવસ, રાત, સાંજ, સવાર
હું અને મારો પડછાયો હંમેશા કરીએ વાત,
મારી બધી જ ખબર તને...
અને તારી બધી જ ખબર મને...
સુખ,દુઃખ એકાંત ટોળાનો તું જ સાથી...
જાણે કોણ મને વધુ તારાથી,
તને ખબર મારી બધી વાત
હું અને મારો પડછાયો હંમેશા કરીએ વાત,
લોકો સૌ સાથ આપવાની કરે બસ,
પણ થાય નહિ જરાય ટસ કે મસ
જ્યાં જ્યાં હું જાઉં ત્યાં
તારો જ મને સાથ,
તને ફક્ત મારા પર વિશ્વાસ...
એટલે જ તો છોડે નહિ સાથ.
હું અને મારો પડછાયો હંમેશા કરીએ વાત,
રહીશું આપણે જ એકબીજા સાથે,
મને ખબર છે તું જ રહીશ
જ્યાં સુધી હશે મારો શ્વાસ.
હું અને મારો પડછાયો હંમેશા કરીએ વાત.
અશોક ઉપાઘ્યાય
26 માર્ચ, અમદાવાદ.