થોડું થોડું સહી લીધું,થોડું થોડું કહી દીધું.
બાકી વધ્યું એ બધુ જ, અમે લખી લીધું.
થોડ લાગણી વાવી લીધી,થોડી લણી લીધી.
બાકી વધી લાગણી ને પોતામાં ભરી લીધી.
થોડું થોડું જોઈ લીધું,થોડું એવું જાણી લીધું.
બાકી વધ્યું એ બધું જ એમ જ માણી લીધું.
થોડી જિંદગી આપી થોડી કોઇએ લઈ લીધી,
બાકી વધી એ જિંદગી પોતાની જ કરી લીધી.
પ્રાપ્તિ
26/3/23.