કિનારાની શોધમાં કોરું રણ મળે છે,
સફરે સફરે રસ્તામાં મૃગજળ મળે છે..
સાહિલની રેતમાં યાદોના દસ્તક મળે છે,
ને પગરવના મુકામે પ્રતિબિંબ મળે છે..
યાદ રાખીએ તો સ્મરણોમાં રમે છે,
ને વિસ્મરણોને ભૂલતા ભવ નડે છે.
ચાહતા રહેવું એ ક્યાં પ્રીત છે?
એને પણ વિરહની રીત મળે છે.
હસતી આંખોમાં ઝાંખપ આવે છે,
હૃદયની લાગણીમાં મૌન દરિયો વહે છે.
ફરિયાદ રહી અટકી જાય હોંઠો પર,
આ ભીંતરે સદા ખામોશી રહે છે.
એ સહારો શોધે મન દુનિયા મહી?
અજાણતા ખુદમાં આશરો મળે છે..
કડવા અનુભવો જગતનાં જીરવી
આખરે 'ઈશ'નામનો જ સહારો મળે છે.
દિલમાં મહાદેવ ને કૃષ્ણ સાથે પ્રિત,
માં નો સહારો ને હોંઠે રાધે રાધે નીશ દિન...
💕💕💕💕💕💕💕💕💕💕💕
દર્શના હિતેશ જરીવાળા
૨૪/૦૩/૨૦૨૩