એનાથી પણ સુંદર હુ શોધીને બતાવીશ,
તેના ચહેરા સામે જ અરીસો મુકી બતાવીશ
મોસમ છે કાતીલ, કતલ કરી બનાવીશ,
નીકળશે જે રસ્તે, રસ્તો નજરકેદ કરી બતાવીશ
કર્યા છે જે જે વાયદા, તે નીભાવી બતાવીશ
મંજીલ રહેશે અધુરી, સિતારો થઇને બતાવીશ
એક જ ખુબસુરતી પર મરે છે,તે શાયર જાણી બતાવીશ
મહેફીલમાં આમ ખુદનુ જ નામ હુ લઇ બતાવીશ.