આખરે ક્યાં સુધી સફરમાં દોડવાનું,
ઈચ્છાઓના રણમાં ક્યાં સુધી ભટકવાનું?
એક બે શમણાંઓથી નથી ખપતું,
ક્યાં સુધી પોટલાઓને લઈને ભાગવાનું?
વાત હોય પોતાની જ તો જીરવી લઈએ,
ગમતિલાઓનું દુઃખ ક્યાં સુધી ઝિરવવાનું?
જિંદગી તો જિંદગી જ છેને તો હવે,
ક્યાં સુધી આ ઝખમને હવે છે વેંઢારવા નું?
શાંતિ ના વળે આ જીવને કદીયે તો,
આખરે ક્યાં સુધી આ મનને છે ઉલેચવાનું?
ઝંખનાઓ થકવે છે હવે આ જીવનને,
આખરે ક્યાં સુધી આ સફરને છે હંકારવાનું?
"પ્રાપ્તિ"
22/3/23