સાંધો હવે
આખરી શબ્દો હતા તિરાડને સાંધો હવે
મામલો જાણી પતાવટ કરી આવો હવે.
ત્યાં નિચોવી જાત એણે તો કદરની આશમાં,
થાય કોઈવાર ઈચ્છા પાસ બોલાવો હવે.
વાત દાબી રાખવાનું છે જરુરી તોય લો
સાચવેલો વારતાનો અંત લો છાપો હવે.
ફાટ મોટી થાય પહેલા ત્યાં સિમેન્ટય પૂરજો,
તડ પડે નાની જરા માટી ભરી રાખો હવે.
એક કાપો પાડવામાં કેટલી હિંમત કરી
સોય દોરો હાથ ટાકાં પણ લઈ નાખો હવે.
છો પિતા જોડાય રહો પિતા બનીને આજ પણ,
ત્યાં ઉંમર વધતા બની જાશે પૂજ્ય બાપો હવે.
બાળપણની મીઠી યાદો આજ પ્યારી લાગતી
ખૂબ ગમતી છાપ છોડે વ્હાલની યાદો હવે.©
કાજલ
કિરણ પિયુષ શાહ