Gujarati Quote in Shayri by Mona Ghelani

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ,
આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ…

આગમન એનું સુણીને ઊર્મિઓ હરખાઈ ગઈ,
ચાંદ ઊગ્યો પણ નહીં ને ચાંદની ફેલાઈ ગઈ…

દર્દમાં ઠંડક, દિલાસામાં જલન, અશ્રુમાં સ્મિત,
પ્રેમનો ઉત્કર્ષ થાતાં ભાવના બદલાઈ ગઈ…

ભેટવા એને હતો હું એટલો વ્યાકુળ કે,
ખુદ કઝા મારો ઘસારો જોઈને ગભરાઈ ગઈ…

વાસ્તવમાં વિરહ પણ છે એક મૃત્યુનો પ્રકાર,
એ મરણના મુખ મહીં પણ જીંદગી જિવાઈ ગઈ…

મુજને ‘ઓજસ’ના સ્વરૂપે આ જગત જોતું રહ્યું,
આંખ સૌની “એને” ઓળખવામાં ઠોકર ખાઈ ગઈ…

– ‘ઓજસ’ પાલનપુરી

Gujarati Shayri by Mona Ghelani : 111865532
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now