મસ્ત મગન..!!(સૉનેટ)
હંમેશ ને ગમતું મને એકલું અટુલુ જીવન,
ને રહેતી હું ખુદમાં જ મસ્ત મગન.
મળ્યો તારો સાથ ને ફરતી હું ભવન,
પણ તારા વિચારોમાં જ રહેતી મદન.
હવે તો માણુ છું પ્રકૃતિ અને ગગન,
પણ આવે છે માત્ર તારા અહેસાસોનો પવન,
ચાલને એક થઈને સળગાવીએ દુનિયારૂપી હવન,
કરીશું છેલ્લા શ્વાસ સુધી એકબીજાનું જતન.
તારી રુહમાં ભળીને જ રહેવું છે તદ્દન,
પછી આવે ભલે હાસ્ય કે રુદન.
તને જોઈને જ છલકાય છે મારું રૂપાળું જોબન,
ને બસ બની જાઉં છું તારી એકમાત્ર જોગન.
આજે પણ ગમે છે મને એકલું અટુલુ જીવન,
પણ રહેતી હું તારામાં જ મસ્ત મગન..!!
#Hemali Gohil "RUH"
@Rashu