" મને લઈ તું જા "
( ગઝલ )
ગયો લઈ નદીને જરા રણ સુધી.
પહોંચી ગયા લોક કારણ સુધી.
છટકવા ન દેતો કદી પણ જરા;
મને આપજો સાથ ખાપણ સુધી.
મજા જિંદગીમાં તને આવશે;
મને પોંખવા આવ તોરણ સુધી.
તને રંગમાં ભેળવી લઉ સદા;
કે ના રાહ જોવાય ફાગણ સુધી.
કહે વાઘ Bન્દાસ પાસે જતાં;
મને લઈ તું જા આજ વાઘણ સુધી.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ : મુતકારીબ=લ ગા ગા × ૦૩ + લ ગા