હુ સુતો હોય ને તારી લટ મારા ગાલ પર સરે એ મને ગમે છે
મારી ઉપર તુ ક્યારેક સાવ ખોટી દાદાગીરી કરે એ મને ગમે છે
મને સહેજ કાય થાય ને તારો જીવ બહુ બળે એ મને ગમે છે
મને મોડુ થાય ને તને મારા પર બહુ ગુસ્સો આવે છે એ મને ગમે છે
નાની-નાની વાતો મા મને તારી બહુ જરૂર પડે એ મને ગમે છે
તુ મારા વાંક ગુના ઓ ભૂલી જય ને મારા પર મરે એ મને ગમે છે
હુ સંતાવ ને તુ મને શોધવા રઘવાયી થય ને ફરે એ મને ગમે છે
રોજ ઝગડીએ ને તોય તુ મને તારો પોતાનો ગણે એ મને ગમે છે
તુ બસ ખોવાયેલી હોય મારા મા જ પ્રત્યેક ક્ષણે એ મને ગમે છે
કશું સારુ ના હોય તોય બધુ સારુ છે કહી મને છળે એ મને ગમે છે.