ભગવાનનો હિસાબ પણ અનોખો હોય છે, એ જ્યારે આપણી સાથે હિસાબ કરવા બેસે ત્યારે એની ગણતરીમાં ન તો કોઈ ભૂલ આવે છે કે ન તો આપણું નુકસાન થાય છે. એણે કરેલા હિસાબમાં આપણો નફો હોય છે કાં તો એમાં ન તો નફો આવે છે કે ન તો નુકસાન. હિસાબ એકદમ બરાબર!
આપણે સાચા હોવા છતાં જ્યારે આપણી સાથે ખોટું થાય છે, અન્યાય થાય છે અને ત્યારે આપણે ન્યાય માટે મથીએ છીએ તો પણ પરીણામ શૂન્ય! ઈશ્વરનાં દરબારમાં આપણો ન્યાય મોડો થતો હશે પણ સાચો થાય છે! એ જ્યારે ન્યાય કરે ત્યારે ન્યાયાધીશની સમજ પણ ટૂંકી પડી જતી હશે!