Gujarati Quote in Motivational by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સ્ત્રીનું પુરુષના
જીવનમાં મહત્ત્વ:

પુરુષને હંમેશાં એક સ્ત્રીનો સાથ જોઈએ જ પછી તે મંદિર હોય કે સંસાર.

મંદિરમાં જોઈએ તો
કૃષ્ણ સાથે રાધા
રામ સાથે સીતા
શંકર સાથે પાર્વતી...

સવારથી રાત સુધી દરેક કાર્યમાં પુરુષને એક સ્ત્રીની જરૂર રહે જ છે...
ભણતી વખતે---વિદ્યા
આગળ જતાં---લક્ષ્મી
અને અંતમાં---શાંતિ...

દિવસની શરૂઆત---ઉષા સાથે
દિવસનો અંત---સંધ્યા સાથે
અને કામ કરવાનું---અન્નપૂર્ણા માટે

રાત એટલે કે નિશા સમયે--- નિદ્રા રાણી
નિંદ્રામાં હોઈએ ત્યારે---સપના

મંત્રોચ્ચાર માટે---ગાયત્રી
ધર્મગ્રંથ---ગીતા

મંદિરમાં ભગવાનની સામે--- વંદના પૂજા અર્ચના આરતી આરાધના...અને એ પણ શ્રદ્ધા સાથે...

અંધારું હોય તો---જ્યોતિ
લડાઈમાં---જયા અને વિજયા

વૃદ્ધાવસ્થામાં---કરુણા અને મમતા

ગુસ્સો આવે તો---ક્ષમા

એટલે જ તો ધન્ય છે સ્ત્રી જાતિ જેના વગર પુરુષ અધૂરો છે...💐.
જગતની સમસ્ત નારી શક્તિને સાદર પ્રણામ...🙏🏼❣️

Gujarati Motivational by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111864417
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now