" કાગળ લખ "
( ગઝલ )
આંસુનું બીજું નામ વાદળ લખ.
વાંચશે જોઈ કોરુ કાગળ લખ.
ફૂલ રોકે ન બેસતા એને;
કોણ બેસે ઉપર કે ઝાકળ લખ.
ના સમાતો કદી પ્રણય આભે;
હો જગા તો હજી તું આગળ લખ.
શોર ઉભરાઈ જાય દરિયો થઈ;
મૌનની વાત રોજ સાંભળ લખ.
દુઃખ Bન્દાસ ને ન લાગે છે;
ખોટુ લાગે ન ક્યાંક બાવળ લખ.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ : ગા લ ગા × ૦૨ + લ ગા ગા ગા