"તમને કોઈ પ્યાર કરતું હોય છે,કારણ કે તમારી પાસે જે કલા સૌંદર્ય છે તે લઈને જ એ તમને ચાહે છે.એને એ સૌંદર્ય તત્વ ભગવાને નથી આપ્યું તેની પૂર્તિ તમને પ્રેમ કરીને પામે છે.તે તમને દુઃખી કરવા ક્યારેય નથી માગતો જેમ ગુલાબના છોડમાં ખીલેલું ફૂલ તોડીએ તે ઘડીએ તેનું સૌંદર્ય ખલાસ થવાનું ચાલુ કરી દે છે.એટલે એ છોડ પર લાગેલા ગુલાબની સુગંધ માણવા આવે છે.તે તોડવા કે એ છોડને ઉખાડી ફેંકવા નથી આવતો.
પ્રેમ ત્યાગમાં પાંગરે છે અને સ્વાર્થમાં મુર્ઝાય છે.પ્રેમ સ્પર્શમાં સુગંધ ફેલાવે છે પરંતુ પકડવામાં ઉઝરડાય છે.માટે એના પર નિત્ય નજર રાખો.પાણી આપો એ તમને નિત્ય નવાં સુગંધી ફૂલ આપશે."
- વાત્ત્સલ્ય
🌹🙏🏿🌹