" તમારી તરફ "
( ગઝલ )
તમારી તરફ ખાસ ઢળતો ગયો છું.
ખબર ના પડે એમ મળતો ગયો છું.
બપોરે તમે નીકળો છો બજારે;
ઝલક પામવા રોજ બળતો ગયો છું.
વગર કારણે પણ ગયો છું બગીચે;
સવારે અને સાંજ વળતો ગયો છું.
નજર આવતો ના અરીસે હવે તો;
ગયો બોલ ખોવાઈ ભળતો ગયો છું.
મને એક Bન્દાસ લાગે દિવાનો;
કરો વાત કોની એ કળતો ગયો છું.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ : મુતકારીબ = લ ગા ગા × ૦૪