" શરત લગાવી મેં "
( ગઝલ )
હસીને બધી ક્ષણ મનાવી મેં.
મુસીબતને હોઠે સજાવી મેં.
કે પથરો વચ્ચે આવતા જોયો;
કર્યો સાફ રસ્તો હટાવી મેં.
તરસ તોય એવી જ ઊભી છે;
ઉતારી નદી ગટગટાવી મેં.
કે અફવા હજી જોરમાં છે એ;
બધી વાત તારી ચગાવી મેં.
તને જીવતી રાખવા કાજે;
શરત જિંદગીની લગાવી મેં.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ : મુત્કારીબ = લ ગા ગા ૦૩ + ગા