ક્ષિતિજ ની પેલે પાર
જિંદગી ને શણગારી મેં ક્ષિતિજ ની પેલે પાર મુઠ્ઠીભર સપનાની દુનિયા હશે ને પેલે પાર! પોતીકું પ્રતિબિંબ રચાયું છે આજ અરીસા માં આરપાર મિશ્રીત લાગણી ઢોળાય છે શૂન્યતા ના અવકાશ ને પાર થાક્યા લોકોને સમજાવીને, હવે જાતને સમજવા દે ઘડિકવાર હાસ્ય ના મેઘ ધનુષ રચવા માં નથી કોઈ વાર -તહેવાર હલેસા લઈ લોકો તો વહી ગયા, શુભચિંતક પોતીકા થઈ ગયા ગ્રીષ્મમાં પણ અષાઢી વાયરા લાવે,એવા હશે ને ત્યાં યાર સફર ખેડી છે આતુરતા ની આંખો થી મધદરિયા ને પાર શણગારી તો દીધી જિંદગી,પણ આ ક્ષિતિજ રેહશે કેટલી વાર? ...