વર્ષો કરાવ્યો જેમણે ઇન્તજાર ,
એ આજ પાલવ પાથરીને બેઠા છે .
મળી જ્યાંથી મને પાનખરની ભેટ ,
એ આખુ ઉપવન ધરીને બેઠા છે .
સપનાઓની રંગોળી બની ગઈ હોળી ,
ત્યારે એ ગુલાલ લઇને બેઠા છે .
પાનેતરની યાત્રા પહોંચી ગઈ કફન સુધી ,
ને આજ એ મહેંદી લઇને બેઠા છે .
હરદમ સજ્યા શણગાર મેં ,એની નજરોમાં રહેવા ,
અંતિમ ઘડીએ એ વાહ વાહ કરવાં બેઠા છે .
એમને કાજ હતી હું ,માત્ર રૂપકડી ઢીંગલી ,
એ મને દિલનાં દર્દની વાર્તા કરવાં બેઠા છે .
છોડી દીધું મેં પણ એકલતાથી દુભાવવાનું ,
ને એ હવે વ્હાલનું માપ કાઢવા બેઠા છે .
હું જોગણ તારા પ્રેમની ,મારે શી ખપ આભૂષણની ,
શ્વાસ જ ન બચ્યા ત્યારે ,પુષ્પમાળા પહેરાવી બેઠા છે .
✍️ સરગમ