Gujarati Quote in Motivational by મહેશ ઠાકર

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

HAPPY BIRTHDAY AHMEDABAD આજે મારા શહેરનો જન્મદિવસ મારુ અમદાવાદ 612 વર્ષ પુર્ણ કરી 613 મા વર્ષ મા પ્રવેશ્યુ
સાદગી વાળુ મારુ અમદાવાદ એટલે એવું શહેર કે જ્યાં;
" ઠંડી માં પણ આઈસક્રીમ નું મારકેટ ગરમ હોય "
" ધોધમાર વરસાદમાં પલળતા પલળતા બિનદાસ મકાઈ ઝાપટતા હોય "
" વડાપાંઉ જો તમતમતો તીખો ન હોય તો લારી વાળા નું આવી જ બને "
" રવિવારે હોટલમાં ગમે એટલું દબાવી ને ખાધું હોય તો પણ આઈસક્રીમ વગર ના જ ચાલે"
" મોર્નિંગ વોક કરતા લોકો નાસ્તો કરવા વધુ આવતા હોય તેમ લાગે "
" સવારની ચા અને અખબાર વગરતો શરૂઆત પણ ના થાય "
" 108 આવે એ પહેલાં તો લોકો દર્દીની દવાખાનામાં પહોંચાડી આવ્યા હોય "
" દિવસ માં એક વાર જો બકકા ન બોલે તો એ અમદાવાદનો ના કહેવાય "
" ગમે તેટલો દુઃખી હોય તો પણ તહેવાર તો ધામધૂમથી જ ઊજવે "
" કરોડપતિ હોય કે સામાન્ય ઘર નો હોય લગનમાં રસ્તા પર અચૂક નાચી લે"
" ગરબા પત્યા પછી માણેકચોક જવાનું ન ચૂકે "
" હંમેશા એકબીજાને મદદરૂપ બને અને લાગણીઓ ને સરળતાથી રજૂ કરે "
તો બકકા... એવા તમામ અમદાવાદીઓ ને સલામ અને મને અમદાવાદી હોવાનો ગર્વ છે.....
HAPPY BIRTHDAY AHMEDABAD

Gujarati Motivational by મહેશ ઠાકર : 111861874
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now