" જીવતો હું "
( ગઝલ )
આવજો હું કહી ના શક્યો.
હાથ ઊંચો કરી ના શક્યો.
આવતા એ ગયા પાસમાં;
હું જરા પણ સરી ના શક્યો.
સંગ જોડે બધાની હતો;
એકલો હું ફરી ના શક્યો.
યાદની ચાલતી એ સફર;
ક્યાંય પણ હું ઠરી ના શક્યો.
યમ છોડે ન છૂટી જતો;
જીવતો હું મરી ના શક્યો.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ : મુતદારિક = ગા લ ગા × ૦૩