" Black day " 14th February
આજ કાળી રાત જ નહીં દિવસ પણ કાળો જોયો.
વસંત પ્રેમની ને છતાં પાનખર અપાર જોયો.
ધરતી નિરાધાર ને આકાશ ને પણ લોહીયાળ ટળવળતો જોયો.
સુરજ નમેલો લાચાર ને ચંદ્ર પર પણ અંધકાર ફરફરતો જોયો.
વાયુ ચકચુર ને આંસુ ચોધાર પ્રસરાવતા જોયો.
ફુલો ને બગીચે આજ મેં લોહી નો રસ ઝરતો જોયો.
નદીઓ થીજેલી ને સાગર આજે મેં સુન્ન થતો જોયો.
આજ કુરબાન થતો સાચો મેં આશિક જોયો.
પ્રેમ માં મર મીટનારો દેશ નો પ્રેમી પરવાનો જોયો.
દેશ માટે ન્યોછાવર તન બદન નો ટુકડે ટુકડો રઝળતો જોયો.
કાયર,ક્રુર, વિશ્વાસઘાતી દુશ્મન નો કપટી ખુની નજારો જોયો.
સામી છાતીએ એ લડી ન શકનાર ને પાછળ થી ઘા કરતો જોયો.
લુખ્ખા ને લુચ્ચા આ શેતાન ને છેલ્લી પાટલી એ બેસતા જોયો.
અંગ અંગ તેનુ દેશદાઝ ઝળકે ભુમિ પર એને આજ ટુકડે ટુકડે ટળવળતો લથબથ જોયું
લડીશ,મરીશ,દેશ માટે કંઈક કરીશ અંતિમ તેના પડઘાઓ ચોમેર ગુંજતા જોયા.
કેટલાય માં ના લાલ,બહેનોના વીર,કોઈનો પરણેતર,પ્રેમી,કોઈ ભુલકાઓ ની છત્રછાયા,કોઈ પિતા નો પડછાયો આજ આમ ઓલવાતો જોયો.
માં ધરતી નો વીર પુત્ર,રક્ષક,દેશપ્રેમી,મઃ ભોમ નો અનેરા સપૂત ,અમ આઝાદી ના રખેવાળ ને આજ અસ્ત થતા જોયા.
દેશ ના ગૌરવ ને ક્રુર રીતે હણાતા ને માં ભોમ નો ખોળો નંદવાતો જોયો.
ટુકડે ટુકડો હે વીર તારો તિરંગે લપેટાતો જોયો.
સુરજ આથમ્યા પહેલા જ આજે કાળોતરો અંધકાર પથરાતો જોયો.
પ્રેમ ના દિવસ ને આજ બ્લેક ડે માં પલટાતા જોયો.
-Nayana Viradiya