જરૂરી નથી કે કોઈ સાથે સર્પિલા આલિંગનનો જ સંબંધ હોય...
બેહદ ખુશી થાય ત્યારે કોઈ સાથે નિખાલસ ભેટવાનો પણ સંબંધ હોય છે.
જરૂરી નથી કે કોઈ સાથે હોઠ ના ખૂણે ભીનાસ છોડવાનો જ સંબંધ હોય...
કોઈ જયારે આપણા વિચારો સાથે સમર્થન આપે છે તો તેનુ કપાળ ચૂમવાનો પણ સંબંધ હોય છે.
જરૂરી નથી કે આંખો છલકાય ત્યારે કોઈ ને છાતીએ વળગીને જ રોવાનો સંબંધ હોય...
કોઈ ના ખભે માથું ટેકવીને આંખ ભીંજવાનો પણ સંબંધ હોય છે ♥️♥️