એક સાંજ સાચવીને રાખી છે,
એક વાત સાચવીને રાખી છે.
આંસુની કિંમત નથી અહી તો,
એક ઉદાસી સાચવીને રાખી છે.
મળશે કદી જો મારા માટે સમય,
તો એ ક્ષણ તારા માટે સાચવી છે.
હસતાં હોઠ તો હોય સદાને પણ,
આંખોની એક ગમગીની સાચવી છે.
છુટ્ટા પડ્યા તે ના મળ્યા કદી એ,
એ સમયની એક પળ સાચવી છે.
ગુમ થઈ ગઈ છે જીંદગી તો અહી,
એક એ જીવવાની પળ સાચવી છે.
"પ્રાપ્તિ"
11/2/23