સમય બસ એમ વહેતો ગયો,
સાથે જિંદગી પણ લેતો ગયો.
આદતો કેટલીક બદલતો ગયો,
ક્ષણોમાં જીવન એ ભરતો ગયો.
સંબંધો ને પણ સાચવતો ગયો,
પ્રેરણા જીવનમાં ભરતો ગયો.
ઘણું આપ્યું છે ઘણું લેતો ગયો,
વર્ષોમાં એ જિંદગી ભરતો ગયો.
સમય નથી એમ કહીએ તોયે,
જીવન આખું એ વહેતો ગયો.
મળી એટલી ક્ષણોને માણી લો,
ક્યાંક હાથતાળી જ દેતો થયો.
☀️☀️☀️"પ્રાપ્તિ
10/2/23☀️☀️