શીર્ષક - "અંતિમ મંજિલ"
જો તું ચાલે સંગાથે તો મારે ત્યાં સુધી જાવું છે;
નાખીને હાથમાં હાથ એ ફળિયા સુધી જાવું છે;
કેટલું ભટકવું હવે આમ ઝાંઝવાંઓની પાછળ?
વેરાન આ રણમાં કોઈ પડછાયા સુધી જાવું છે;
કાયા તો છે કામણગારી એ છળશે એક'દી જરૂર,
કાયા મૂકી કોરાણે એકમેકના હૈયા સુધી જાવું છે;
જીવન થશે ખતમ આમ ચાલતાં ને ચલાવી લેતાં,
બે ઘડી તો બેસ નિરાંતે હજુ ક્યાં સુધી જાવું છે?
ના જાણે કઈ મંજિલ પાછળ ખોવાયું બાળપણ?
ફરી મળે તક તો મારે માના ખોયા સુધી જાવું છે;
અંતિમ મંજિલ તો છે દરેકની એક જ તો "વ્યોમ"
બની શકે તો હસતાં ખેલતાં એ શય્યા સુધી જાવું છે;
✍... © વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર.