" જિંદગી બહુ સરસ છે "
( ગઝલ )
માણવી મન ભરી જિંદગી બહુ સરસ છે.
જીવતા ના મરી જિંદગી બહુ સરસ છે.
કામ રૂડા કરીને સદા બસ રહો કે;
યાદમાં બસ તરી જિંદગી બહુ સરસ છે.
આ સમયથી ન ગભરાઈ જાતાં કદી પણ;
ના રહેજો ડરી જિંદગી બહુ સરસ છે.
કામથી થાકતાં ના જરા કોઈ દી હા;
કામ થોડું કરી જિંદગી બહુ સરસ છે.
મોતના આવતા એ વિચારો ત્યજી દો;
ના વિચારો જરી જિંદગી બહુ સરસ છે.
અંત Bન્દાસ ના લાવતા જિંદગીનો;
જો સફર આદરી જિંદગી બહુ સરસ છે.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ : મુતદારિક = ગા લ ગા × ૦૪ + ગા