જરૂર હતી લાગણીના બુંદની ખારા સમંદર મળે,
તમે જેને કહો છો સધ્ધર, એ ખરાબ અંદર મળે.
એમ ન છેડો તમે શાંત સમજી પડેલા આ પવનને,
પાસ જાઉં તો તમને ત્યાં વિનાશક ભવંડર મળે.
રોકી રાખી છે લોકતંત્રની નાવને મધ દરિયા મહીં,
પહોંચી જાય એ ગામડાના કાંઠે, જાદુમંતર મળે.
ગિધોને શાકાહારી સમજવાની તમે ભૂલો કરી છે,
જેમને તમે સિંહ કહી બેસાડ્યા, એ ત્યાં બંદર મળે.
ખતરામાં પૂરું વન્યજીવન છે એવું શિકારી કહે છે,
શુ શિકારીની વસાહતમાં અબોલ જીવને ઘર મળે?
નદી નથી તમારા ગામમાં ? તો અમે નદી બાંધવીશુ,
મનોજ આવા વચનોથી નેતાને સત્તાના સમંદર મળે.
મનોજ સંતોકી માનસ