Gujarati Quote in Blog by MaNoJ sAnToKi MaNaS

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ખીલવાનો છે પૂરો ચમન આજ રાતે,
થવાનું છે એમનું આગમન આજ રાતે.
ગુલાબી થઈ ગયો પવન આજ રાતે,
સુગંધિત છે પૂરું ઉપવન આજ રાતે.
સાક્ષી કેરું ઉપર છે ગગન આજ રાતે,
વર્ષો પછી થવાનું છે મિલન આજ રાતે.

કહો રાતરાણીને આજ ફોરમ પ્રસરાવે,
ને મોસમને કહો તેનો કિરદાર નિભાવે.
એ વહેતા ઝરણાં પોતાનો કલરવ લાવે,
સૌ મારી સહિયરો રાતે મચ્ચુંકાંઠે આવે.
ત્યાં થશે ભવ્ય પ્રેમનું સદન આજ રાતે.
વર્ષો પછી થવાનું છે મિલન આજ રાતે...

આવી રહી છે મારી કિસ્મતની દુનિયા,
જીવનભર કરી એ મહોબતની દુનિયા.
ધરતી પર રહેલી મારી જન્નતની દુનિયા,
દેવાલયોમાં કરેલ મેં મન્નતની દુનિયા.
ખંડર હતું એ થશે ભવન આજ રાતે.
વર્ષો પછી થવાનું છે મિલન આજ રાતે...

શ્વાસ જેના નામના સાચવી રાખ્યા છે,
આગમનના પથ પર હૃદયપુષ્પ નાખ્યા છે.
લાગણીઓના તોરણ સજાવી રાખ્યા છે,
રિસાયેલ નસીબ મેં મનાવી રાખ્યા છે.
વાસ્તવિક થવાનું છે સપન આજ રાતે.
વર્ષો પછી થવાનું છે મિલન આજ રાતે...

મારે વિચારોમાં જેના વિચાર રહ્યા છે,
અમે એમને સદા હૃદયદેવી જ કહ્યા છે.
વિયોગના રાત અને દિવસો સહ્યા છે,
છતાં એ દૂરથી પણ મારે નજીક રહ્યા છે.
થશે જીવનભર તેનું જતન આજ રાતે.
વર્ષો પછી થવાનું છે મિલન આજ રાતે...

મુજ આંસુથી મારે એના પગ ધોવા છે,
હવે મારે એમને પાછા ક્યાં ખોવા છે.
રોકાય ભ્રમ કરતો સમય તેને જોવા છે.
દિલથી કથન મારે તેના દિલને કહેવા છે.
તૂટી જવાના દુનિયાના બંધન આજ રાતે.
વર્ષો પછી થવાનું છે મિલન આજ રાતે...

મનોજ ને કહો દિલને આજ સજાવે,
આપેલા તમામ વચનો આજ નિભાવે.
આગમનની એક કવિતા આજ બનાવે,
તે રિસાયેલ દિલરૂબાને આજે મનાવે.
થશે મારા દિલના દર્દનું પતન આજ રાતે.
વર્ષો પછી થવાનું છે મિલન આજ રાતે...

મનોજ સંતોકી માનસ

Gujarati Blog by MaNoJ sAnToKi MaNaS : 111858679
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now