સદા સુખ દુઃખમાં સહભાગી સોના રૂપા જેવા મારા ભાઈ.
અશ્રુ ને પડવા ન દે તેવા આંખોનાં પલક જેવા મારા ભાઈ.
દિલની ધડકન જાણી ને દિલાસો આપે એવા મારા ભાઈ.
સંકટ સમયનાં ક્યારેક તલવાર એને ઢાલ જેવા મારા ભાઈ.
સાગરમાં આવે ભરતી ઓટ પણ બદલે નહીં એવા મારા ભાઈ.
તડકે છાંયો બને એવા ઘટાદાર વટવૃક્ષ જેવા મારા ભાઈ.
કહે નર આ તો હદયના ધબકતાં ધબકારા જેવાં મારા ભાઈ.
નર