આઠ રીત છે વસ્તી ઓછી થઈ શકે . મહામારી જે તાજેતર માં બધા એ કોરોના સમયે જોઈ . અગ્નિ જેમ કે પશ્ચિમ માં જંગલો તાપ થી સળગી જાય છે , પાણી શહેરો નો નાશ કરે જેમ દ્વારકા નો થયો , જમીન ધરતી માં ધસતી જાય , ધરતીકંપ , પૂર , દુકાળ જેવી પરિસ્તિથી , અતિ વરસાદ , હવા એટલે કે વાવાઝોડાનું પ્રમાણ ને યુદ્ધ જેમ કે વિશ્વ યુદ્ધ વગેરે વગેરે . જેટલા યાદ આવ્યું એટલું જ લખ્યું છે . હું કોઈ દિવસ પ્લાન કરી ને કે ગોઠવી ને લખતી નથી કે પોસ્ટ કર્યા અગાઉ એ લખાણ વાંચતી પણ નથી . જે મન માં આવે છે એ જ લખું છું . વ્યવસાયિક નથી એટલે કે લખવાનો ધંધો નથી , રોજી રોટી એમાં થી આવતી નથી . એટલે કોઈ ની શેહ રાખ્યા વગર સત્ય લખી શકાય છે. જો વ્યવસાયિક હોત તો પણ એ જ રીતે લખ્યું હોત કારણ મફત માં મુંબઈ માં ટેરેસ ના ફ્લેટ ની આશા રાખી નથી . મફત માં મળેલું , કોઈ નો હક છીનવી ને મેળવેલું, કોઈનું ઝૂંટવેલું ક્યારેય ટકતું નથી. એ હંમેશા યાદ રાખવું . આવા પાડોશી , સંઘી , મિત્રો , ઓળખીતા ,સગાવહાલા થી દૂર રહેવું . એટલું જ યાદ રાખવું આપણે ટ્રાન્સિટ સમય માં જીવી રહ્યા છે. જેટલું જીવીએ એ સારી રીતે જીવીએ .