આપણા સંબંધમાં પ્રેમનું એક જોડાણ હોઈ,
મારા તરફ તારું થોડું ઘણું તો ખેંચાણ હોઈ.
એ ચરમસીમા થઈ જશે મારા ને તારા પ્રેમની
હું જોઉં તારી આંખોમાં મારો અણસાર હોઈ.
આમ તો મને ગમશે ક્ષણે ક્ષણે ઘાયલ થવાનું,
જો એ તારી આંખોના તીર, પ્રેમના બાણ હોઈ.
આવી જા મારા આગોસમાં તું જીવનભર માટે,
હું ડૂબતો એક મરજીવો તું એક વહાણ હોઈ.
પ્રેમની ઉત્તમ મૂર્તિ જોવી હોઈ છે એ રામસેતુ,
પામવા માતા સીતાને, રામ તરતા પાષાણ હોઈ.
મનોજ લખે છે માત્ર ને માત્ર તારી માટે મારા પ્રેમ,
આ તમામ કવિતાની સનમ તને પણ જાણ હોઈ.
મનોજ સંતોકી માનસ