આતો ખાખીની બલિહારી છે કે શરાબ મળે છે,
બાકી ગુજરાતીમાં દેશી સિવાય બીજું શું બને છે.
એક બોટલમાં બધા સંપીને પીવે છે જામ અહીં,
બાકી જાઉં મંદિર અને મસ્જિદમાં સૌ લડે છે.
જામ તો શ્રેષ્ઠ છે પણ વધુ ગુણવત્તા ત્યારે આવે,
મીઠી મહોબતનું જ્યારે એમાં થોડું દર્દ ભળે છે.
અહંકાર નથી કરતો કે હું પી જાઉં પૂરું સુરાલય,
મળી જાય સાથ દેનાર તો ક્યારેક એવું બને છે.
બન્ને તરફ નશો જ છે, તમે બોટલથી કરો છો એ,
જમાદારને ગાંધીજીની ગુલાબી નોટ જોઈ ચડે છે.
રાજ્યની સરહદથી લઈ છેવટેના ગામડા સુધી,
આપો તમે દક્ષિણા ત્યારે તમને બોટલ ફળે છે.
એક સાત્વિક મિત્ર કહે મનોજ તું ગુજરાત બતાવ,
મેં કહ્યું "ભાઈ ગટરમાં પીધા પછી માણસ પડે છે."
મનોજ સંતોકી માનસ