🍫 *નીતીન - દિલીપનું મામેરૂ* 🍫
____________________________
*જીજાજી* પાસેથી લઇ એ *ભાણીયાને* સાચવે છે,
આ મામેરૂ એ નથી, જે સુંદરમામા બતાવે છે.
આ *નરસિહ મહેતા* નું મામેરૂ નથી, જે ગાડામાં
તાલ કરતાલ સાથે ભજન મંડળી લઇ આવે છે.
*નીતીન - દિલીપ* નું મામેરૂ છે, જેની હૈયાની સુગંધ આવે છે,
આસમાનના વિવિધ રંગો ઉતારી , મેઘધનુષમાં લાવે છે.
સુખના કિરણો ગુંથી ગુંથી, *મામી* પાલવમાં સૂરજ બાંધે છે,
અંધકાર ન આવે જીવનમાં એટલે ચાંદ થાળીમાં લાવે છે.
*દિપ્તિ મામી* મહાસાગર ભરીને, ખુશી *વિરલ* ની માગે છે,
*મીના મામી*, કદી ન આવે દુઃખ જીવનમાં એવી આશીષ આપે છે.
,જયવંતભાઇ બગડીયા / કવિરાજ