" સૌ મજા લે "
( ગઝલ )
સૌ મજા લે વેદનાની વાતમાં.
રસ પડે સૌને ફનાની વાતમાં.
કોઈ ચડતાં ઉપર પગ ખેંચતા;
આભને બસ માપવાની વાતમાં.
મોઢું મચકોડી બધા ઊભા રહે;
એક ડગલું ચાલવાની વાતમાં.
જિંદગીમાં તો ઘણાં કાંણા પડે;
સાંધશું ક્યાં ફાટવાની વાતમાં.
કોઈ ના Bન્દાસ નિભાવે વચન;
ચૂકતા સૌ પાળવાની વાતમાં.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ : રમલ = ગા લ ગા ગા × ૦૨ + ગા લ ગા