નમસ્કાર મિત્રો.....
અહીં ગુજરાતીમાં લખેલી શ્રેષ્ઠ શાયરી આ આર્ટિકલમાં રજૂ કરી છે, જેમાં પ્રેમ વિષયને સાંકળી તમારી સાથે રૂબરૂ થવાનો પ્રયાસ કર્યો છે.
ગુજરાતી લોકો પ્રેમ પ્રકટ કરવા માટે પ્રેમ શાયરીનો પ્રયોગ કરતા હોય છે, તેમના માટે આ લેખ ખૂબ ઉપયોગી થશે. પ્રેમ એક શ્રેષ્ઠ લાગણી છે, જેમાં આપણે આપણી સંવેદનશીલ બાબતો રજુ કરતા હોઇએ છીએ, જે આ શાયરી સંકલન દ્વારા તમને પ્રાપ્ત થશે.
❛પ્રેમ તો ગરીબના વ્યાજ જેવો સાહેબ...
એકવાર ચડે તો ચડતો જ રહે..❜
❛તારી સાદગીમાં તારો શણગાર છે. તું જેવી છે એવી જ ગજબ છે.❜
❛દિલોમાં એજ વસે છે.., જેનું મન સાફ હોય. કારણકે સોય માં એજ દોરો પ્રવેશ કરી શકે છે જેમાં કોઈ ગાંઠ નાં
❛આઝાદી નહિ , મોહબ્બત તો જીવનભર ની જેલ છે ,
સાહેબ સમજદાર નું કામ નથી આતો ગાંડાઓના ખેલ છે...❜
❛તમે મંગળસૂત્ર ચાહે ગમે તેના નામ નું પહેરી લો પણ મહેસૂસ તો એજ થશે ,
જે તમારા દિલ માં વસેલું હશે.❜
❛એના પર ખાતરી રાખી છે અને મોત ને એક તક આપી છે સાહેબ ,
હવે જોવું છું કોણ મને પહેલા મળે છે...❜
❛અત્યારે એ મારો હાલચાલ પણ નથી પૂછતી તો શું થયું સાહેબ ,
કાલે એ એક એક ને પૂછશે કે એને શું થયું હતું.❜
❛ના ખખડાવીશ દરવાજો હવે હું ત્યાં નથી રહેતો , નવું સરનામું તને કેવી રીતે બતાવું જે હું ખુદ નથી જાણતો.❜
❛મોત પર એને પણ બોલાવજો સાહેબ ,
કેમ કે હું મારા જનાજા માં રોનક જોવા માંગુ છું.❜
❛હવે પાંપણો માં અદાલત ભરાશે. મેં સપના નીરખવા ના ગુનાહ કર્યા છે.❜
❛લાગે છે મારી ઊંઘનું કોઈક સાથે ગોઠવાઈ ગયું છે, નવરીની આખી આખી રાત ગાયબ રહે છે.❜
❛અમસ્તાજ હોઠો પર એક મીઠું હાસ્ય આવી જાય છે ,
આમજ બેઠો હોઉં છું ને તારો ખ્યાલ આવી જાય છે.❜
❛એકલતાનો અનુભવ અમારાથી વધુ કોને હોય સાહેબ ,
અમે અડધા સફરે જ સાથી ખોયો છે...❜
❛મારા મર્યા પછી પણ હું પાછો એક જન્મ લઈ આવીશ,
મારી પ્રીત અધૂરી છે એ પૂરી કરવા હું જરૂર આવીશ...❜
❛જો જો સાહેબ એક દિવસ હું એમ જ મરી જઈશ ,
એની સાથે મુલાકાતની અધૂરી ખ્વાહિશ લઈ ને ...❜
❛વિતાવી તો દઉં હું જિંદગી આખી પણ શું એ જિંદગી કહેવાશે , તારા વિના ?
જિંદગી થી વધારે હવે મને મોત વહાલી લાગશે , પણ એ મોત કેવી રીતે આવશે તારા વિના ...❜
❛જણાવજો મને ક્યારેક જો જીવ મુંજાય તો, દરવાજો ખુલ્લો છે દિલનો જો ભૂલેચૂકે પાછું અવાય તો.મારી આંખોમાં જે ઉજાગરાનો થાક છે ,
એમાં તારી આંખો નો થોડો વાંક છે ...❜
❛મુસાફર હતો હું મારી મંઝિલ નો બસ બે ઘડી શું બેઠો !!
પ્રેમના વિહામે , ના તો મંઝિલ મળી ના તો સફરમાં રહ્યો ..!!❜
❛અમર નહિ હું તો બદનામ થયો ,
કેમ કે મને પ્રેમ ના બદલે પ્રેમ નથી મળ્યો ...❜
❛નિંદરમાં પણ નીકળી જાય છે પાણી આંખમાંથી ,
જ્યારે સપનામાં પણ છૂટે છે તારો હાથ મારા હાથમાંથી...❜
❛નાજુક મારા ગુલાબ ને કોઈ તોડી ગયું ,
ન જાણે કેવા વેરાન રણ માં છોડી ગયું ,
એને એની પાંદડી પાંદડી આવીને કોઈ વીણી ગયું ,
જાણે એને ફરીથી ખીલવા માટે કોઈ સજી ગયું...❜
વધુ આવી પોસ્ટ જોવા માટે www.comedyaddo.in વેબસાઈટ નિહાળો