છેલ્લાં કેટલાંક વર્ષોથી બધી સરકારી કે અર્ધ સરકારી નોકરીઓમાં બિહારીઓ જ મોટે ભાગે પસંદ થતા અને એ જગ્યાઓ સાંભળતા જોવામાં આવે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ તેઓ જ લગભગ પાસ થતાં જોવામાં આવે છે.
દેખીતું છે કે બિહાર માં સરકારી અને સ્પર્ધાત્મક નોકરીઓ માટે કોચિંગ ક્લાસીઝ ના ઓઠા હેઠળ મોટું રેકેટ ચાલી રહ્યું છે. એકલા બિહારીઓ જ હોંશિયાર અને મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત બધે જ કોઈ હોંશિયાર ન હોય તેવું ન બને. પૂરી તપાસ સાચી રીતે થાય તો ઘણું મોટું , વષોથી ચાલતું કૌભાંડ બહાર આવે. યોગ્ય તપાસ માટે સતત આંદોલનો અને સરકારી તંત્રો નું ધ્યાન ખેંચ્યા કરવું પડશે એમ લાગે છે.
જેમ IIT કે AIMS, PMT જેવી પરીક્ષાઓ માટે કોટા અને અજમેરમાં થી જ લોકો બહાર પડતા તેમ અહીં પણ આ પ્રકારનાં એક જ રાજ્ય માંથી સિલેક્સન થાય તો તે કૌભાંડ નાં મૂળ ઘણાં ઊંડા છે.